રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલ જ્ઞાન સાધના પરીક્ષામાં મહેમદાવાદ તાલુકાના 142 વિદ્યાર્થીઓની મેરીટમાં પસંદગી

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલ જ્ઞાન સાધના પરીક્ષામાં મહેમદાવાદ તાલુકાના 142 વિદ્યાર્થીઓની મેરીટમાં પસંદગી
પાસ થયેલા વિદ્યાર્થીઓને ધોરણ-9 થી ધોરણ-12 સુધી અભ્યાસ દરમિયાન રૂ 94 હજારની શિષ્યવૃતિ મળવાપાત્ર થશે

ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓના વિદ્યાર્થીઓ માટે જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવે છે.જેમાં વિદ્યાર્થીઓ પાસ થઈ મેરીટ માં આવતા તેમને સરકાર તરફથી શિષ્યવૃતિનો લાભ મળે છે જે અન્વયે 2024-25 માં ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકા ના ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધનાની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 142 વિદ્યાર્થીઓ પસંદ થયા છે જે સમગ્ર ખેડા જિલ્લામાં મહેમદાવાદ તાલુકાનો બીજો નંબર આવ્યો છે.

મહેમદાવાદ તાલુકામાં ધોરણ-8માં અભ્યાસ કરતા આશરે 3,350 વિદ્યાર્થીઓએ જ્ઞાન સાધનાની પરીક્ષા આપી હતી. જેમાંથી 425 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જેમાંથી 142 વિદ્યાર્થીઓ મેરીટ માં પસંદગી પામ્યા છે જેમને ધોરણ 9 થી ધોરણ- 12 સુધી અભ્યાસ દરમિયાન રૂપિયા 94,000 હજારની શિષ્યવૃતિ મળવાપાત્ર થશે. આ સિદ્ધિ બદલ સમગ્ર મહેમદાવાદ ની શિક્ષણ ટીમને અભિનંદન આપવામાં આવ્યા હતા .આ ઉપરાંત જે શાળાના શિક્ષકો દ્વારા ધોરણ 8 ના વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાથે અલગ થી પરીક્ષાની તૈયારી કરવામાં આવી હતી તેમજ વાલીઓ તરફથી માર્ગદર્શન પણ મળતું હતું. આમ સમગ્ર ટીમ મહેમદાવાદના સહિયારા પ્રયત્ન થકી જિલ્લા માં બીજો નંબર મહેમદાવાદ તાલુકાનો આવ્યો છે. જે માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા મેરીટમાં પસંદ થયેલા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ઉત્તરોતર પ્રગતિ કરે તેવા શુભાશિષ આપવામાં આવ્યા હતા.

Latest News


News Image
શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ થીમ પર મહેમદાવાદ તાલુકાના 202 શાળાના આચાર્યની મિટીંગ યોજાઈ
સો ટકા નામાંકન અને શૂન્ય ડ્રોપઆઉટ માટે આયોજન કર્યું એ ગ્રેડમાં આવેલી 9 માધ્યમિક અને 22 પ્રાથમિક...
Read More
News Image
મહેમદાવાદ તાલુકા મંડલના નવા પદાધિકારીઓની નિમણુંક કરાઈ
છ ઉપપ્રમુખ,બે મહામંત્રી,છ મંત્રી અને એક કોષાધ્યક્ષ ની નિમણુંક
Read More
News Image
મહેમદાવાદ તાલુકાના 3 પ્રાથમિક શાળામાં રૂ 7 લાખના ખર્ચે એનજીઓ દ્વારા દીકરીઓ માટે સેનિટેશન બ્લોક બનાવ્યા
મહેમદાવાદ તાલુકાના જીભાઈપુરા, રતનપુરા અને હાથનોલી પ્રાથમિક શાળામાં બનાવાયા ઉદ્ઘાટન પ્રસંગે એન.જી...
Read More
News Image
મહેમદાવાદ શહેરમાં રવિશંકર મહારાજ હોલનુ રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે શનિવારે લોકાર્પણ થશે
ત્રણ માળના હોલમાં પ્રથમ માળ બેન્કવેટ હોલ અને રસોડું, બીજો માળ લાયબ્રેરી અને ત્રીજા માળે ઓડિટોરિયમ બન...
Read More

Similar News


News Image
જાણીતા સાહિત્યકાર ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરતા મોસ્કોમાં ભારતીય સંસ્કૃતિ વિશે વ્યાખ્યાન આપશે
ભારત-રશિયા વચ્ચેના સાંસ્કૃતિક આદાન-પ્રદાન વિશેના ‘વોલ્ગા ટુ ગંગા’ રજૂઆત કરશે
Read More
News Image
મહેમદાવાદના કાચ્છઈ માં પશુ આરોગ્ય મેળો અને પશુપાલન પ્રદર્શન યોજાયું
કાચ્છઇ દૂધ મંડળીને ગોડાઉન માટે રૂ 5 લાખની સહાય આપવામાં આવી સભાસદોને દેશી ગાયનો ઉછેર કરવા ધારાસભ્યએ આહવાન કર્યુ
Read More
News Image
મહેમદાવાદમાં અષાઢી બીજના દિવસે 12 મી રથયાત્રા નીકળશે,સપ્ત પોળમાં ભગવાન જગન્નાથજીનું મોસાળુ
સિદ્ધિવિનાયક મંદિર થી ઓપરેશન સિંદૂર થીમ આધારિત 21 કિલોમીટરની ભવ્ય રથયાત્રા નીકળશે ફિલ્મ સ્ટાર-વિક્રમ ઠાકોર,ડાયરા કલાકાર હકાભા ગઢવી અને જસ્સી દાદી ગઢવી ઉપસ્થિત રહેશે
Read More
News Image
મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે અનોખીરીતે જન્મદિવસની ઉજવણી કરી:
વિમાન દુર્ઘટનાના મૃતકોની યાદમાં શાંતિ યજ્ઞ અને રક્તદાન કેમ્પનું આયોજન કર્યું:
Read More