મહેમદાવાદના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી અર્જુનસિંહજી ચૌહાણે તેમના જન્મદિવસની ઉજવણી સમાજસેવાના કાર્ય સાથે કરી હતી.તા.22 જૂન, 2025 ના રોજ પોતાના જન્મદિવસે મહેમદાવાદ ખાત્રજ સ્થિત વિધાનસભા કાર્યાલય ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતુ.જેમાં તા.12 જૂનના રોજ અમદાવાદ ખાતે એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પાયલોટ, ક્રુ મેમ્બર સહિતના 241 લોકો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. આ ઉપરાંત મેડિકલ કોલેજના તબીબો સહિત અન્ય પણ આ ઘટનામાં મૃત્યુ પામ્યા હતા તે તમામ મૃતાત્માના આત્માની શાંતિ માટે મહેમદાવાદ 117 વિદ્યાનસભાના ધારાસભ્ય અર્જુનસિંહજી ચૌહાણે શાંતિ યજ્ઞ નું આયોજન કર્યું હતું.આ તમામ હતભાગીઓનો આત્માના કલ્યાણ અર્થે શાંતિ યજ્ઞ કર્યો હતો.તેમજ મૃતકના પરિવારના સભ્યોને ભગવાન શિવ આ વજ્રઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.બીજી તરફ રક્તદાન શિબિરનું પણ આયોજન કરાયું હતું.જેમાં સ્થાનિક નાગરિકો અને સક્રિય કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું.