મોસ્કોમાં આગામી તા.3 થી તા.7 સપ્ટેમ્બરના રોજ યોજાનાર લીટ્રેચર ઉત્સવ દરમિયાન આંતરરાષ્ટ્રીય બુક ફેરમાં હસિત મહેતા ભારતીય સંસ્કૃતિ અને મહાકાવ્યો વિશે વ્યાખ્યાન આપશે. આ ઉપરાંત ભારત-રશિયા વચ્ચેના સાંસ્કૃતિક આદાન-પ્રદાન વિશેના ‘વોલ્ગા ટુ ગંગા’ વિષય ઉપરની ગોષ્ઠિમાં પણ તેઓને રજૂઆત કરવાનું આમંત્રણ મળ્યું છે. નડિયાદ એ સાહિત્યરત્નોની ભૂમિ છે. આ એક જ શહેરમાં આજદિન સુધીમાં 285 થી વઘુ લેખકો-સર્જકો થઈ ગયા છે. તેમાં વર્તમાન સમયના જાણીતા સાક્ષર હસિત મહેતાની આંતરરાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થતાં નડિયાદ અને ગુજરાતનું ગૌરવ થયું છે.