ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં એક મહા અભિયાન ઉપાડવામાં આવ્યું છે એક પેડ મા કે નામ અંતર્ગત ભારત દેશના દરેક નાગરિક પોતાની માતાની સ્મૃતિમાં એક વૃક્ષ વાવી તેનો ઉછેર અને જતન કરે જે અંતર્ગત ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં આવેલ તમામ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા આ અભિયાનમાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. આ તમામ બાળકો દ્વારા તાલુકાના જુદી જુદી શાળામાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કુલ 41,551 વૃક્ષ પોતાની માતા સાથે રાખીને વાવવામાં આવ્યા હતા તેમજ તેના ઉછેર ની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.આ ઉપરાંત વેબસાઈટ પર બાળકોની સેલ્ફી અપલોડ કરી પ્રમાણપત્ર મેળવવામાં આવ્યા છે.