ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપેલ અભિયાન એક પેડ માં કે નામ અંતર્ગત ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સણસોલી પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાએ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના 515 બાળકો દ્વારા પોતાની માતા સાથે રાખીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ.તેમજ એ વૃક્ષને જાળવવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.આ તમામ બાળકોને એક પેડ માં કે નામ કાર્યક્રમ અન્વયે સરકાર દ્વારા વેબપોર્ટલ પર થી પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે મહેમદાવાદ 117 વિદ્યાનસભાના ધારાસભ્ય અર્જુનસિંહજી ચૌહાણ,ભીખાભાઈ પરમાર, બળદેવભાઈ પરમાર,દિનેશભાઇ પરમાર,દીપકભાઈ સુથાર, એસ એમ સી અધ્યક્ષ,કિરણસિંહ રાજપૂત, આચાર્ય,શિક્ષકો,વાલીઓ તેમના માતાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.આ સમગ્ર આયોજન માટે સણસોલી શાળા પરિવારને મહેમાનો દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા.