અંદાજ સમિતિના પ્રમુખ અને મહેમદાવાદ 117 વિદ્યાનસભાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ અને સદસ્ય કનુભાઈ પટેલ, હર્ષદકુમાર પટેલ, ભગવાનજીભાઈ કરગટિયા, ભગાભાઈ બારડ,જયદ્રથસિંહજી પરમાર, શ્રીમતી સંગીતાબેન પાટીલ, માનસિંહજી ચૌહાણ અને અરવિંદ પટેલ આ પ્રવાસ દરમિયાન એશિયાટિક સિંહના એકમાત્ર વસવાટ એવા ગીર નેશનલ પાર્ક અને અભયારણ્યની વિશેષતાઓથી અવગત થયા હતા. તેમજ એશિયાઈ સિંહોના સંરક્ષણના સંદર્ભમાં અને પ્રવાસીઓ માટે વ્યવસ્થાઓ સુવિધાઓનું પણ નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને ગીર નેશનલ પાર્ક અને દેવળીયા પાર્ક ખાતે દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે ત્યારે પ્રવાસીઓ માટે કરવામાં આવેલી સુવિધાઓ સંદર્ભે જરૂરી અવલોકનો કર્યા હતા.આ પ્રસંગે વન્ય પ્રાણી વર્તુળ જૂનાગઢના ડો. રામ રતન નાલા, વન્યપ્રાણી વિભાગના નાયબ વન સંરક્ષક ડો. મોહનરામ, ગીર પશ્ચિમના નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.