નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે તા.23 ડિસેમ્બરને મંગળવારના રોજ સાંસદ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાંસદ ખેલ મહાકુંભમાં કેળવણી મંડળ વાંઠવાળી સંચાલિત શ્રી પી એન્ડ એસ પટેલ હાઈસ્કૂલ વાંઠવાળી ના વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવી જિલ્લા કક્ષાએ ભાગ લીધો હતો. તેમાંથી 100 મીટર દોડ માં તળપદા નિકુલ રાજેશભાઈ દ્વિતીય નંબર મેળવેલ છે. જ્યારે ગોળાફેંક રમત માં તળપદા મનીષ ગોપાલભાઈ દ્વિતીય નંબર નંબર પ્રાપ્ત કરેલ છે. લાંબીકૂદ રમતમાં ચૌહાણ સ્મિત નરેશભાઈ પ્રથમ નંબર મેળવી શાળાનું નામ રોશન કર્યું છે.સાંસદ ખેલમહાકુંભમાં જિલ્લા કક્ષાએ નંબર મેળવનાર વિધાર્થીઓએ શાળાનું નામ રોશન કરવા બદલ કેળવણી મંડળ વાંઠવાળી પ્રમુખ અશોકભાઈ પટેલ.ઉપપ્રમુખ યોગેશભાઈ પટેલ.મંત્રી સમીરભાઈ પટેલ સલાહકાર સુરેશભાઈ પટેલ મંડળના તમામ સભ્યો અને પી એન્ડ એસ પટેલ હાઈસ્કૂલ વાંઠવાળી આચાર્ય ઘનશ્યામભાઈ એસ પટેલ અને કોચ મહેન્દ્રસિંહ ઝાલા અને શિક્ષકગણ, શાળા પરિવાર તરફથી સાંસદ ખેલ મહાકુંભ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છા પાઠવી છે.