આ પ્રસંગે સ્થાનિક લાભાર્થીઓના જીવનમાં યોજનાઓના પગલે થયેલા સામાજિક અને આર્થિક હકારાત્મક પરિવર્તન અંગે પણ રસપ્રદ રીતે તથ્યપુર્ણ રજુઆત કરી હતી.આ કાર્યક્રમમાં સૌએ વિકસિત ભારતના નિર્માણમાં સહયોગી બનવા પ્રતિજ્ઞા લીધી હતી.પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થી ભાનુભાઈ ભટ્ટે વિનામુલ્યે થયેલ બાયપાસ સર્જરીની વાત કરી હતી.આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ તેજસ્વી દેખાવ કરનારા સિહુંજ પ્રાથમિક શાળાના બાળકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી જ્ઞાનસેતુ પરીક્ષાના બે વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા.લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના આયુષ્માન કાર્ડ,સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણકીટ તેમજ કુપોષણ મુક્ત થયેલા બાળકોને કીટ વિતરણ કરી હતી. ગામના ગંગાસ્વરૂપા માતાઓને ગંગા સ્વરૂપ વિધવા આર્થિક સહાય યોજનાના મંજુરીપત્રો આપવામાં આવ્યા હતા. મહેમદાવાદ તાલુકા પંચાયત કચેરી દ્વારા સિહુંજ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી નરેન્દ્રગીરી ગોસ્વામીનું તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી બી.એમ ગોહિલ દ્વારા તેમના પ્રજાલક્ષી અને સ્વચ્છતા લક્ષી કામો માટે પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં અધિકારીઓ,વિવિધ કચેરીઓના કર્મયોગીઓ, આંગણવાડીની બહેનો, લાભાર્થીઓ અને ગ્રામજનો ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા.