મહેમદાવાદ શહેરના શ્રી સિદ્ધિ વિનાયક મંદિર ખાતે આદિત્ય ટ્રસ્ટ અને ક્ષત્રિય સમાજ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ક્ષત્રિય સ્કુલ એકેડમી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાના સેમિનારના કાર્યક્રમનું આયોજન રવિવારના રોજ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના યુવાનોને પ્રેરણા, માર્ગદર્શન અને આત્મવિશ્વાસ સાથે ભવિષ્યની તકો- મોટિવેશન તેમજ ગાઇડલાઇન મળી રહે તે માટે ક્ષત્રિય સમાજ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતુ.જે બાદ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય વક્તા અશોકસિંહજી પરમાર દ્વારા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા અને પરીક્ષામાં સફળ થવા અંગેનું માર્ગદર્શન પુરૂ પાડ્યું હતુ. આ કાર્યક્રમમાં તમામ ટ્રસ્ટના પ્રમુખ,મહેમદાવાદ 117 વિદ્યાનસભાના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ,જિલ્લાના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા 300 થી વધુ વિદ્યાર્થી ભાઈ-બહેનો ઉપસ્થિત રહી સ્પર્ધાત્મક પરીક્ષાનુ માર્ગદર્શન મેળવ્યું હતુ.