જેમાં ફટાકડા, મીઠાઈ, ફરસાણ, બિસ્કીટ, ગિફ્ટ આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે મહેમદાવાદ 117 વિદ્યાનસભાના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, વિનોદભાઈ ડાભી, વિષ્ણુભાઈ ડાભી, નિલેશ ભાઈ ચૌહાણ, સિદ્ધિ વિનાયક દેવસ્થાન ના મહંત,રસિકભાઈ પરમાર,વિપુલ ભાઈ ઠક્કર,પુનમભાઈ ડાભી, નિકુંજભાઈ પ્રજાપતિ,દિપકભાઈ સુથાર અને દાતાઓ,સ્પેશ્યલ એજ્યુકેટર તમામ, સી આર સી કો ઓ તમામ, બ્લોક સ્ટાફ તમામ તેમજ બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. જે બાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા બાળકો ને દિવાળી ની શુભેચ્છાઓ આપી કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું.આ સાથે સાથે દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ દિવાળી કાર્ડ અને દીવડા દ્વારા મહેમાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું.આ સમગ્ર આયોજન શિક્ષક સોશિયલ ગ્રુપ તેમજ બી આર સી ભવન દ્વારા કરવામાં આવ્યું હતું.