રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દી મહોત્સવ અંતર્ગત મહેમદાવાદમાં પથ સંચાલન અને શસ્ત્રપૂજનનુ આયોજન કરવામાં આવ્યું હતુ. આ પથ સંચલનમાં મોટી સંખ્યામાં સંઘના સ્વયંસેવકો જોડાયા હતા. વિજયાદશમીના દિવસે આર. એસ. એસ ની સ્થાપના થઈ હોવાથી દશેરાના દિવસે શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ-1925 માં ડૉ. હેડગેવારે આર. એસ. એસની સ્થાપના કરી હતી. સંઘની સ્થાપનાના 100 વર્ષ એટલે કે શતાબ્દી વર્ષમાં પ્રવેશ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ સ્થળોએ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે શતાબ્દી વર્ષ નિમિત્તે સંઘ દ્વારા વર્ષભર સામાજિક સમરસતા,નાગરિક શિષ્ટાચાર, સ્વનો ભાવ-સ્વદેશી, પર્યાવરણ અને કુટુંબ પ્રબોધન એમ પંચપ્રાણ પાંચ વિષય પર સમાજમાં વધુ જાગૃતિ આવે તે માટે કાર્ય કરીને નાગરિકોને આ સત્કાર્યમાં જોડવામાં આવશે.