ભોપાલ ખાતે તાજેતરમાં યોજાયેલ 68 મી નેશનલ શુટીંગ ચેમ્પીયનશીપ કોમ્પીટીશન-2025 માં ખેડા જિલ્લાના મહેમદાવાદના અને હાલ રાજ્ય અનામત પોલીસ દળ જુથ-7 નડિયાદ ખાતે ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેકટર (વા.) સત્યનારાયણ પારસનાથ મિશ્રાએ ધી ફ્રેમ ઓફ એ રીનોવડ શૂટરની પ્રસિધ્ધિ હાંસલ કરી છે. આ ભોપાલ ખાતે યોજાયેલ 68 મી નેશનલ શુટીંગ કોમ્પીટીશન માં 50 મીટર રાયફલ પ્રોન પોઝીશન ઇવેન્ટમાં 597.5નો સ્કોર શૂટ કરી સતત બીજીવાર રીનોવડ શૂટર નામની ખ્યાતિ હાંસલ કરી રાષ્ટ્રીય કક્ષાએ ખેડા જિલ્લા અને રા.અ.પો.દળ જુથ-7 નડિયાદનુ અને મહેમદાવાદ શહેરને ગૌરવવંતુ વધાર્યુ છે.